પ્રથમ તો રિ-ડેવલપમેન્ટ – રિ-કન્સટ્રશન નો અર્થ ખબર હોવો અતિ આવશ્યક છે.
રિ-ડેવલપમેન્ટ એટલે કે પોતાની હાલની ઇમારત જેટલી જગ્યાનો વપરાશ છે, અને જેટલા યુનિટો છે, તેઓ ભેગા મળી વહિવટી વિકાસ ફાળો એકત્ર કરી જેટલી એફએસઆઇ પાસ થયેલ હોય તેનો ઉપયોગ કરી ફરીથી નવી ઇમારત બનાવે કે નવી ઇમારતનું સર્જન કરે કરાવે.
રિ-કન્સટ્રશન એટલે કે પોતાની હાલની ઇમારત જેટલી જગ્યાનો વપરાશ છે, અને જેટલા યુનિટો છે, તેઓ ભેગા મળી જેટલી એફએસઆઇ પાસ થયેલ હોય તેમાં પેઈડ એફએસઆઇ ભરી વધારાની એફએસઆઇ મેળવી હાલના યુનિટ હોલ્ડરોને તેઓ જે વપરાશ કરતા આવેલ તેટલી વપરાશી જગ્યા ફાળવી બાકી વધતી એફએસઆઇ ના યુનિટો બનાવી તેનો ઉપયોગ કરી ફરીથી નવી ઇમારત બનાવે કે નવી ઇમારતનું સર્જન કરે કરાવે અને તેવા વધેલ યુનિટોનું વેચાણ કરી દેવામાં આવે.
ઉપરોક્ત બંને વ્યાખ્યા સમજતા તેનો અર્થ ધણો જ વિશાળ સમજ આપી જાય છે.
ખરેખર શું કરવું તેનો ખ્યાલ યુનિટ હોલ્ડરોને છે જ નહી.
તેનો અંદાજ મેળવી કેટલી FSI નું બાંધકામ થયેલ છે, કેટલી FSI વધે છે, અને કેટલી નવી FSI મળવા પાત્ર છે?
જો પેઈડ FSI ભરવાથી વધુ કેટલું બાંધકામ મળી શકે છે? દરેક સભ્યોને કેટલું વપરાશી ક્ષેત્રફળ મળી શકે છે?
શું હાલ તમો જે વપરાશ કરી રહ્યા છો, તેમાં વધુ વપરાશી ક્ષેત્રફળ મેળવી શકો છો? જો પેઈડ FSI ભરવાની થાય, તો કેટલી?
દરેકના હિસ્સે આવી પેઈડ FSI ભરવાથી વપરાશી ક્ષેત્રફળમાં કેટલો વધારો આવી શકે?
તેવા દરેક પાસાની ગણતરી અને ચર્ચા-વિચારણા જે-તે બાંધકામના ક્ષેત્ર સાથે સંકળાયેલ નિષ્ણાંતોની મદદથી લેવી આવશ્યક છે.
પોતાની જગ્યા જે કાળક્રમે આજુબાજુનો વિસ્તારનો વ્યાપ વધવાથી મોકાના સ્થળ ઉપર આવી ગઈ છે, તેવુ માની ઘણી ઇમારતો મરવાના વાંકે શ્વાસ લઈ રહી છે. અને આજુબાજુની નવી ઇમારતોમાં જે યુનિટની વેચાણ કિંમતે વેચાણ થતુ હોય તે કિંમતે જ પોતાના જુના યુનિટની કિંમત મેળવવા ડિમાન્ડ કરતા હોય છે. જે ક્યારેય કોઇપણ ડેવલપર્સ માટે શક્ય નથી. કે
બસ, અમારી મોકાની જગ્યા છે, અમોને યુનિટદિઠ આટલા રૂપિયા જોઈએ છે તેવી અવાસ્તવિક વાતો કરી નવા સર્જનમાં રુકાવટ બનતા હોય છે. જો આવા
અમોના બિલ્ડિંગ બનાવવાના વ્યવસાય સાથે છેલ્લા ઘણા વર્ષોના અનુભવ પછી અને પ્રોજેક્ટ બનાવવા દરમિયાન અમોની નજરમાં આવ્યું કે,
નવા વિસ્તારોમાં નવી બિલ્ડિંગો તો નવા નવા સ્વરૂપે બની જ રહી છે. પરંતુ જે ઇમારતો આજથી 20 વર્ષ કે તેનાથી વધુ જુની થઈ ગઈ છે, અને જે વિસ્તાર ઘણો જ વિકશી ગયેલ છે. તેમજ નવી ઇમારતોમાં ભાવ પણ વધુ હોવાથી મધ્યમ વર્ગના લોકો ઈચ્છે તોપણ ખરીદવામાં તકલીફ અનુભવે છે.
આવી ઇમારતોમાં વર્ષો થઈ ગયેલ હોવાથી રીપેરીંગ ખર્ચ પણ આવતો રહે છે. અને આવો ખર્ચ વારંવાર આવતો જ રહે છે. છતાં જુની ઇમારતોને મજબુતી મળતી નથી.
આજુબાજુના વિસ્તારોમાં નવા પ્રોજેક્ટો શરૂ થયા હોય જે આજની આધુનિક શૈલીમાં બનેલ હોય છે. આવા પ્રોજેક્ટોમાં ઘર વસાવવુ એક સ્વપ્ન હોય છે અને આવુ સ્વપ્ન પુર્ણ કરવા પોતે જે વિસ્તારમાં રહ્યા હોય તેને છોડવો પડે. જે દરેકને અનુકુળ નથી આવતુ. અને અમુકની ઇચ્છા એવી હોય કે પોતે જે ઇમારતમાં રહે છે, ત્યાં આવુ આધુનીક શૈલીનું બાંધકામ મળે. જે માટે જરૂરી છે કે, હાલ જે ઇમારત છે તેના દરેક સભ્યો એકજુટ થઈ ભેગા મળી પોતાની હાલની ઇમારતનું વિસર્જન કરી, આજની આધુનિક શૈલી મુજબનું બાંધકામ કરે કરાવે.
આવા પ્રકારના રિ-ડેવલપમેન્ટ કરાવવા માટે યુનિટ હોલ્ડરો ભેગા થઈ આયોજન કરે ક્યાં તો આ બાબતના કુશળ આયોજકને આવી કામગીરી કરી આપવા સોંપણી કરે.
કેમ કે, ખુલ્લી જગ્યા ઉપર દરેક રીતનું આયોજન કરવું શક્ય હોઇ શકે. પરંતુ બની ગયેલ ઇમારતનું વિસર્જન કરી તે જગ્યા ઉપર ફરીથી રિ-ડેવલપમેન્ટ કરવા માટે સરકારી વિવિધ દફતરોથી લઈ સિમિત જગ્યા ઉપર નવો પ્લાન દરેક સભ્યોને અનુરૂપ આવે તે રીતનો બનાવડાવી તેવો પ્લાન મંજૂર કરાવવા અંગેની કામગીરી આવા કામમાં કુશળતા ધરાવતી વ્યકતિને આપવાથી કામ કરાવવામાં સરળતા રહે.
તેમજ બિલ્ડિંગના વિસર્જનથી લઈ તેના નવા સર્જન સુધીના ખર્ચની ગણતરી જોઇએ તો સમગ્ર પ્રોજેકટ ખર્ચ માટે વિશાળ ભંડોળની જરૂરીયાત અંગેનો પણ દરેક સભ્યોના હિતમાં વિચાર કરવો જરૂરી રહે. આવો ખર્ચ કઈ રીતે, ક્યાંથી અને કેવી રીતે કરવો તેનો પણ અંદાજ મેળવવો જ રહ્યો. તે માટે નાણાંનું આયોજન કઈ રીતે, ક્યાંથી અને કેવી રીતે લાવીશું? તેવા વિવિધ પ્રશ્નો ગંભીર રીતે વિચારીને જ આગળ વધી શકાય.
શું ઇમારતના સભ્યો આવા વિકાસ ખર્ચ કરવા માટે સક્ષમ છે?
શું કોઇ નાણાંકીય સંસ્થા આવુ ભંડોળ આપી શકે છે?
શું કોઇ સભ્ય આવુ ભંડોળ આપી શકવામાં અસમર્થ હોય કે સક્ષમ ન હોય, ત્યારે પ્રશ્ન કઈ રીતે ઉકેલવો?
વિગેરે વિવિધ પ્રકારના પ્રશ્નો અંગે પ્રાથમિક દ્રસ્ટીએ ગંભીર રીતે ઉકેલો તો જ આગળ વધી શકાય.
ત્યારબાદ વિવિધ સરકારી દફતરોમાં બિલ્ડિંગ રી-ડેવલપમેન્ટ દરમિયાન જરૂરી મંજુરી મેળવવા માટે વકિલની નિમણુંકથી લઇ કોન્ટ્રાકટ, એંજીનીયર, અન્ય વિવિધ એજન્સી સહિત અન્ય કામગીરી કરાવવા માટે તેમજ તેવી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે નિષ્ણાંત વ્યવસાયકારોની નિમણુંક કરવી પણ આવશ્યક છે.
જો આવી રી-ડેવલપમેન્ટની કામગીરી કરવી હોય તો સૌ પ્રથમ તો સોસાયટીના દરેક સભ્યો/સભાસદ આવુ કાર્ય કરવા બહુમતીના ધોરણે સમંત હોવા જરૂરી છે.
ત્યારબાદ બાકી સભ્યોને એકત્ર કરી એક સામાન્ય જનરલ મીટીંગનું આયોજન કરી આપણી સોસાયટીની જગ્યાના ક્ષેત્રફ્ળ મુજબ નવા આયોજનમાં શું બનાવી શકાય? જો હાલના વપરાશી ક્ષેત્રફ્ળથી વધુ જગ્યા મેળવવી હોય તો એફએસઆઇ ની ગણતરી ધ્યાનમાં લેવી અતિ આવશ્યક છે.
આપણી સોસાયટી/બિલ્ડીંગ ની બહારનો રોડ કેટલા મીટરનો પસાર થાય છે?
તેમજ હાલ કેટલી FSI થી બાંધકામ થયેલ છે. હાલની વપરાશી બિલ્ડિંગના આયોજકોએ મળેલ પરવાનગી મુજબ બાંધકામ કરેલ છે કે કેમ? તે જોવુ કે ચકાસવું અતિ આવશ્યક છે. મંજુર પ્લાનથી વિરુદ્ધ જો વધારાનું બાંધકામ થયેલું હોય તો નવા સુઆયોજનમાં મળતી FSI ની ગણતરી અવરોધરૂપ બની શકે છે. કેમકે હાલમાં વસવાટ કરતા સભ્યો કોઈપણ પ્રકારનું નુકશાન કે જોખમ લેવા રાજી હોતા નથી અને આવા તત્વો જ નવા સુઆયોજનમાં અવરોધરૂપ બને છે. જેથી આવી પરીસ્થિતી ચકાસ્યા બાદ તેના ભાવિનો વિચાર કર્યા બાદ જ આગળના બીજા કદમ ઉપર આગળ વધવું આવશ્યક છે.